ABOUT US

સાહિત્ય પર સર્જનનો પણ અધિકાર ના હોવો જોઈએ, સાહિત્ય તો ધરોહર છે વાચકોને. ગુજરાતી સાહિત્યનો અદભૂત ખજાનો અત્યારે ગણ્યા ગાંઠ્યા પબ્લીશરની જી હજુરી કરે છે, અને સારા લેખકો પણ સહન કરે છે. લેખકો કરતાતો એ પબ્લીશર વધારે કમાય છે. જ્યારે ગુજરાતી સાહિત્યના રસિકોના ભાગમા માત્ર ભારણ આવે છે.

ચોપડી ડોટ કોમ એ  એક એવો પ્રયાસ છે જે ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડશે, વાચકો કોઈ પણ જાતના ખીસ્સા પર ભારણ વગર એ સાહિત્યની મજા માણી શકશે.

અમારો પ્રયાસ આંખમા કણાની જેમ ખુંચશે અમુક લોકોને પરંતુ અમે ગુજરાતી ભાષા માટે એ દુશ્મનીને વધાવીએ છીએ.

જો આપને પાસે પણ કોઈ પુસ્તક પીડીએફ ફોર્મેટમા હોય તો અ વેબસાઈટ પર પ્બ્લીશરમા લોગ ઈન કરી અપલોડ કરી શકો છો, અને જો પીડીએફના હોય પરંતુ કોઈ પુસ્તક હોય અને આપ અમારા અભિયાનમા સહભાગી થવા માંગતા હોવ તો camscanner અપ્લીકેશન ડાઉનલોડ કરી અપના ફોનથી જ પુસ્તકને પીડીએફમા રુપાંતરીત કરી અપલોડ કરી શકો છો તો માત્ર આપના ઘરમા ના રહેતા અનેક લોકો સુધી એ પુસ્તક પહોંચી શકે.